માતા – પિતાથી વિખુટો પડી મળી આવેલ બાળકના માતા – પિતાને શોધી તેના પરિવારને બાળકનો કબ્જો સોપતી અંજાર પોલીસ 

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ચૌધરી સાહેબ નાઓની સુચના અન્યવે આજરોજ તા .૧૯/૦૨/૨૦૨૨ ના રોજ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.ગડુ નાઓ પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખત્રીચોક વિસ્તાર માથી એક અઢી વર્ષનો છોકરો તેના માતા – પિતા થી વિખુટો પડી ગયેલ હોઈ જે મળી આવતા તેને પો.સ્ટે લાવી જે બાળક પોતાના માતા – પિતાનું નામ કે કોઈ સરનામુ બોલી શકે તેમ ન હતો જે બાળકના ફોટા સોસીયલ મીડીયાના માધ્યમથી પ્રસીધ્ધ કરી ટુંકા સમયગાળામાં તેના માતા – પિતા શોધી બાળકને તેના પરવારજનોને પરત સોપેલ છે . 

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા – રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: