અંજાર પોલીસે ગુમ થયેલી ૩ યુવતીઓને શોધી કાઢી

પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ભેદી રીતે યુવતીઓ ગુમ થવાના કિસ્સા વધી રહ્યા છે . ત્યારે એસપી મયૂર પાટીલ અને ડીવાયએસપી મુકેશ ચૌધરી દ્વારા ગુમ થનાર લોકોને શોધવા સ્પેશીયલ ડ્રાઈવ યોજવા સુચન કરતાં અંજાર પીઆઈ એસ.એન. ગડુ દ્વારા સ્ટાફના માણસોને ગુમ થનાર લોકોને શોધી કાઢવા માટે સુચના આપતા ત્રણ યુવતીઓને શોધી પિરવાર સાથે મિલન કરાવાયું છે . જેમાં અંજાર નગરપાલિકા સામે રહેતા ભારતીબેન કુંભાભાઈ સેખવા , મેઘપર બોરીચીના અરિહંતનગરમાં રહેતા કાનબેન ધનજીભાઈ અને ચાવડા વરસામેડીમાં શાંતિધામ -૪ માં ભાગ્યેશ્રી રેડ બંગ્લોઝમાં રહેતા અંજુબેન રામનરેશ સોનપરને શોધી ગુમનોંધની તપાસ બંધ કરવામાં આવી છે. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ