અંજાર પોલીસે મંદિરો મા થતી ચોરીઓ ને અટકાવવા તકેદારી ના પગલાં લેવા બેઠક કરી.

નખત્રાણા તાજેતર મા અંજાર  પો સ્ટેશન વિસ્તાર મા મંદિર મા આભૂષણો ની ચોરી નો બનાવ બનવા પામ્યો હતો જે બાબતે અંજાર પોલીસે તકેદારી ના પગલાં રૂપે સમજ આપી હતી અને આવી ચોરીઓ ના બનાવ અટકાવા માટે એક બેઠક યોજી લોકો ને જાન માલ ના રક્ષણ માટે પી આઈ એમ એન રાણા દ્વારા માર્ગ દર્શન આપવા મા આવ્યું હતું

અંજાર દશનામ ગોસ્વામી સમાજ વાડી જેસલ તોરલ સમાધિ ની બાજુ મા અંજાર મધ્યે આ વિસ્તાર ના ૪૦ થી ૫૦ મંદીર ના પૂજારી તેમજ ૧૦ જેટલા સાધુ સંતો સાથે પી આઈ એ એક બેઠક યોજી હતી અને ચોરી ના કે અસામાજિક બનાવો બને તો તાત્કાલિક  વિના સંકોચે અમારો  પોલીસ નો સંપર્ક કરવો  તેમજ મંદિરો મા સી સી કેમેરા લગાવવા મોટા મંદિરો હોય તો સિક્યોરિટી ગાર્ડ અથવા ચોકીદાર પણ રાખવા તેમજ મંદિર મા કિંમતી આભૂષણો  હોય તો મંદીર બંધ થએ યોગ્ય જગ્યાએ એ સાચવવા ની વ્યવસ્થા કરવી અથવા સુરક્ષિત જગ્યા એ રાખવા જોઈએ વગેરે છણાવટ પી આઈ રાણા દવરા કરવા મા આવી હતી અને લોકો ની સુખાકારી માટે પોલીસ સદ્દા તતપર છે આવા બનાવો અટકાવા માટે લોકો એ પોલીસ નો સમ્પર્ક કરી કાયદા મા સહયોગ આપવા ઉપસ્થિત લોકો ને અપિલ કરી હતી

Leave a Reply

Your email address will not be published.

error: