અંજાર નગરપાલિકા દ્વારા જોર જોરથી વેરા વસુલાત ઝુંબેશ

નગરપાલિકાના વિવિધ વેરાની વસૂલાત માટે વૉર્ડ પ્રમાણે ટુકડીઓ બનાવવામાં આવી છે. ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ ની સૂચનાથી કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઇ પાલુભાઇ સિંધવ ના સુપરવિઝન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર શ્રી સુરેશભાઈ ઝેડ. છાયા સહિતના અધિકારી કર્મચારીઓ વેરા વસૂલાત માટે કમર કસી રહ્યા છે. વેરા ન ભરનારા બાકીદારોના મિલકતના અગાઉ પાંચ કનેક્શન કાપ્યા બાદ આજે રહેણાક- બિનરહેણાંક મિલકતના વધુ ચાર બાકીદારોના મિલકતના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી.

સાથે અન્ય બાકીદારોને સત્વરે લૅણાની બાકી રહેતી રકમ ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી હતી. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આગામી તારીખ ૧૨-૨ ના શનિવારે તથા તારીખ ૧૩-૨ ના રવિવારે વૅરા ભરી શકાય તે માટે સવારે ૧૦-૦૦ થી ૧-૩૦ એમ અડધા દિવસ માટે વેરા વસૂલાતની કામગીરી નગરપાલિકામાં ચાલુ રાખવામાં આવશે. તો તમામ મિલકત ધારકો પ્રોપર્ટી ટેક્સ ,પાણીવેરો, ગટર વેરો, સફાઈવેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો તથા નગરપાલિકા શોપિંગ સેન્ટરો તેમજ દુકાનોના ભાડાની બાકી રહેતી રકમ અને શાક માર્કેટનાં સ્ટોલ નું ભાડું એમ તમામ ટેક્સની રકમ તાત્કાલિક ભરી જવા એક યાદીમાં જણાવાયું છે.

આગામી દિવસોમાં વેરા વસુલાત વધુ સઘન બનશે અને બાકી લેણદારો પૈસા નહીં ભરે તો કનેકશન કાપવા ઉપરાંત જપ્તી કે સીલ ની કામગીરી પણ કરવામાં આવશે. જુદી-જુદી ટીમના લીડર શ્રી નરસિંહભાઈ દાવા, શ્રી સંદીપભાઈ ચુડગર , શ્રી ભીમજીભાઈ ચોટારા,શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી પરેશભાઈ શાહ, શ્રી બિંન્દુલ ભાઈ અંતાણી, શ્રી જીતેન્દ્રભાઈ જોષી ,શ્રી અનિલભાઈ ત્રિપાઠી, શ્રી પ્રકાશભાઈ રોશિયા, શ્રીમયુરસિંહ જાડેજા, શ્રી વિપુલભાઈ ઓઝા, શ્રી ભરતભાઈ નોરીયા, શ્રી સંજયભાઈ પ્રજાપતિ, શ્રી તેજપાલ લોચાણી, શ્રી સુરજમલ ભાઈ ભવરલાલ ,હસણભાઈ ઈબ્રાહીમ  તથા સાથી કર્મચારીઓ વેરા વસુલાતની કામગીરી કરી રહ્યા છે. રિપોર્ટ : નિર્મલસિંહ જાડેજા કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: