જાહેરનામાંની જાણ વિના ભીમાસરમાં બિનખેતી કરી દેવાનો આક્ષેપ

ભીમાસર (તા. અંજાર) નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ભીમાસર ગામે નર્મદાની પેટા કેનાલ માટે 2019માં જાહેરનામું પ્રસિદ્ધ થઇ જવા છતાં કલેક્ટર કચેરી દ્વારા કોઇ પણ અભિપ્રાય વિના ધડાધડ બિનખેતી કરી દેવાયાનું કોંગ્રેસ અગ્રણી વી. કે. હુંબલે એક નિવેદનમાં જણાવ્યું છે.જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, ખરેખર તો બિનખેતીના હુકમો પહેલાં નર્મદા વિભાગ પાસેથી એન.ઓ.સી. લેવાની હોય છે પરંતુ તેની દરકાર નથી કરાઇ અને બિનખેતી કરાઇ?છે.આ ઉપરાંત નગર નિયોજક કચેરીએ પણ નર્મદા વિભાગની એન.ઓ.સી. લેવાની હોય છેપરંતુ આ કેસમાં તેની બેદરકારી છતી થઇ?છે. હવે ભવિષ્યમાં આ જમીન પર રહેણાંકનું બાંધકામ હશે ત્યાં જ કેનાલ નીકળે તો જવાબદારી કોની ? તેવો સવાલ કર્યો હતો. વધુમાં પાઇપલાઇન નખાઇ?છે તેના નકશા પણ ગ્રા.પં.ને અપાયા નથી. શ્રી હુંબલે સાત દિવસમાં પંચાયતને નકશા સોંપવાની માંગ કરી છે. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ