મેઘપર – કું.માં યુવતી સાથે અડપલા કરી માર મરાયો

અંજાર તાલુકાના મેઘપર કું.માં યુવતી સાથે શારીરિક અડપલાં કરી માર મારી નાખવાની ધમકી આપવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી . આ અંગે અંજાર પોલીસ મથકેથી મેઘપર – કું.માં આવતી એક સોસાયટીમાં રહેતી ૨૬ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ નાગલપર ગામે રહેતા ધર્મેશ રામજીભાઈ ટાંક નામના આરોપીએ ફરિયાદી યુવતીનો પીછો કરી તેના સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને બાદમાં તેને ધકબુસટનો માર માર્યો હતો . જેમાં ફરિયાદી યુવતીની બહેન વચ્ચે પડતા બંને યુવતીઓને આરોપી ૨ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી – રીપોર્ટ – ગનીભાઈ કુંભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: