એસ.આઈ.પી.એલ પ્લાયવુડ પ્રાઈવેટ લિમીટેડ કંપની ધ્વારા નવો પ્રોજેકટ શરૂ કરવા થયેલ લોક સનાવી ફરીથી કરવા બાબત આવેદનપત્ર અપાયો

ઉપરોકત વિષયે જય ભારત સાથે જણાવવાન કે અંજાર તાલુકાના અંજાર ગામ પાસે આવેલ એસ.આઈ.પી.એલ પ્રા . લીમીટેડ કંપની દ્વારા નવા પ્રોજેકટ પ્લાન્ટ નાખવામાં આવી રહયો છે જે પ્રોજેકટ સાઈટ સર્વે નંબર ૧૨૮ ( જનો સર્વે નં . ૧૫ અનુસંધાને લોક સુનવણી કરવામાં આવેલ છે . લોક સુનાવણીમાં અજાપર ગ્રામ જનો ને વિશ્વાસમાં લીધા વગર તથા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પોતાની મેળે લગતા વળગતા લોકોને સાથે રાખીને આ સુનાવણી કરવામાં આવેલ છે જે સુનાવણી સરકારશ્રીના નિયમ મુજબ ફરીથી કરાવમાં આવે અને અજાપર ગામના વિસ્તારમાં કંપની આવતી હોવાથી ગામ જનોને સાથે રાખીને તેના ફાયદા અને નુકશાન અંગે પરી માહિતી આપવામાં આવે અને ફરીથી GPCB દ્વ્રારા આ લોક સનાવણી કરીથી કરવામાં આવે એવી અમારી માંગ છે અને સરકારશ્રીના નિયમ મુજબ આ કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે એવી અજાપર ગામજનોની માંગ છે . જેથી અગાઉ તા . ૨૮/૧/૨૦૨૨ ના યોજાયેલ લોક સનાવણી કંપની એ પોતાની મેળે કરેલ છે જે સનાવણી તાત્કાલિક રદ કરવામાં આવે અને જયા સુધી નવી લોક સુનાવણી નવી ના થાય ત્યાં સુધી પ્લાન્ટ ની મંજૂરી રદ કરાવામાં આવે એવી આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે . નોધ : ઉપરોકત સુનાવણી રદ કરવામાં નહી આવે તો ના છુટકે અમો ગ્રામ જનો ગાંધી ચીન્ધયા માર્ગે આદોલન કરવાની ફરજ પડશે – રીપોર્ટ – ગનીભાઈ કુંભાર ભચાઉ