અંજારના મેઘપરમાં આવેલા જાણીતા મકલેશ્વર મંદિરમાં રૂ. ૧૬ હજારની ચોરીથી લોકોમા રોષ 

એક માસ પૂર્વે આ જ વિસ્તારના એક શિવ મંદિરમાં ચોરી અને તોડફોડ થઈ હતી અંજાર પોલિસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આગળની તપાસ હાથ ધરી અંજાર તાલુકાના મેઘપર-કુંભારડી ગામે આવેલા જાણીતા મકલેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલે બુધવારે રાતના ૧૦ વાગ્યાથી આજે ગુરુવારે વહેલી સવારના ૫ વાગ્યા સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ ચોરી આચરી હતી. તસ્કરો દ્વારા મંદિરના દ્વાર પર લાગેલા તાળાં તોડી અંદર લાગેલું ૯ કિલોગ્રામ વજનનું રૂ. ૧૩ હજાર ૫૦૦ની કિંમતનું ઝરમર તથા રૂ. ૩ હજારની કિંમતના ૮૦ ગ્રામના ચાંદીના છત્તરની ચોરી કરાઈ હતી. જેના પગલે ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

નોંધનીય છે કે પૂજારી સચિન લક્ષ્મણ ગોસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ અંજાર પોલિસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે અનેક દેવ મંદિરોમાં ચોરીનું પ્રમાણ વ્યાપકપણે વધી જતાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા તેના અટકાવ અને રક્ષણ માટે સત્તાધીશ તંત્ર સમક્ષ અનેક લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી. જે કેટલીક અંશે સફળ રહ્યા બાદ આજે અંજાર વિસ્તારમાં ફરી એક વખત મંદિરમાં ચોરીની ઘટનાથી ધાર્મિક લોકોની લાગણી દુભાઈ છે આવા કુત્ય કર્યા વાળા ને જલ્દી થી પકડીને કાયદા પાઠ ભણાવવામાં આવે એ ખાશ જરુરી છે. રીપોર્ટ – ગંનીભાઈ કુંભાર ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: