મોજ માણતા માનવીયો માનસિક બીમાર પાગલ ની વ્યથા

મોજ માણતા માનવીયો મેં જગતમાં જોયા છે. હોય એટલામાં હલાવી લેતા હરદમ હરખતા જોયા છે. અંગ ઓઢવા ઓઢણ નહીં ને વગર પાથરણે જોયા છે. અરે એકજ જોડી લૂગડાંની ઈયે ફાટેલાં જોયા છે. વાળ વધેલા માથે ટોલા દુર્ગંધ દાઢીળા જોયા છે. મેલા ઘેલા પણ મનના ચોખા મેં મહા માનવીયો જોયા છે. પગમાં નહીં પગરખાં ભર ઉનાળે ભટકતા જોયા છે. પેટ ની આગ ઉપળે ત્યારે કચરા માંથી અન્ન ગોતતા ય જોયા છે. સંગ્રહ તો કરતા નથી બીજા ટંકનું ફેંકી દેતા ય જોયા છે. શામ કી ચિંતા શ્યામ કરેગા એમ કહેતાય મેં જોયા છે. બીસ્કીટ દીધું હોયતો એના પૈસા દેતાય મેં જોયા છે. ફોગટ કા મેં નહીં ખાતા આવા અખંડ આનંદી ખુદદાર જોયા છે. હાલ “અમન” હવે સાચે રસ્તે અહીં ખોટા દિવસો ખોયા છે. પકડી લઈએ પંથ સેવાનો કૈક જૂઠી માયા માં મોહયા છે. દયારામ મહારાજ  (અમન) પાગલ પ્રેમી મો – ૮૨૦૦૮૫૦૪૧૪

Leave a Reply

Your email address will not be published.

error: