વેલ્સેપન ગ્રુપ મેસર્સ અંજાર ટીએમટી સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ કંપની અંગે’ પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ’ સ્થાનિકો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યુ

અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં 470 કરોડના મૂડીરોકાણ સાથે આવનાર મેસર્સ અંજાર ટીએમટી સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ કંપની અંગે’ પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ’ હતી. જેમાં’ આ સૂચિત’ પ્રકલ્પને કારણે થનારી સંભવિત ગંભીર અસરો દ્દે જાગૃત’ લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી બાજુ એકમના સત્તાધીશોએ આ પ્રકલ્પમાં પર્યાવરણ હિતમાં આવશ્યક પગલા લેવાયા છે’ જેથી નુકશાન નહીં થાય તેવા દાવા રજૂ કર્યા હતા.વરસામેડીમાં’ સર્વે નં. 652/પૈકી 1 વેલ્સપન સિટી’ ખાતે’ ગ્રીનફિલ્ડ મેટલર્જિકલ યુનિટ સ્ટીલ ટીએમટી રીબાર્સ અને વાયર રોડ્સ મેન્યુફેકચારિંગ રોલિંગ મિલ ડીઆરઆઈ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ અને વેસ્ટ હીટ’ રિકવરી ફેસિલિટી બોઈલરમાંથી 25 મેગાવોટ ટર્બાઈન અને 55 ટીપીએએચ. સ્ટીમ ધરાવતા કેપ્ટિવ પાવર પ્લાન્ટની સ્થાપના’ અંગે’ નિવાસી અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટેટ’ એચ.એમ.જાડેજા તથા’ જી.પી.સી.બી પૂર્વ કચ્છના’ પ્રાદેશિક અધિકારી કે.બી .ચૌધરીની’ ઉપસ્થિતિમાં જનસુનાવણી હાથ ધરાઈ હતી.

પ્રારંભમાં એકમ દ્વારા પરિયોજના’ અંગે માહિતી’ પ્રદર્શિત કરાઈ હતી. જેમાં’ જણાવ્યુ હતુ કે’ સૂચિત પ્રોજેકટ માટે 71592.00 ચો.મી’ પૈકી 23,625.00 ચો.મી જમીન ગ્રીનબેલ્ટ માટે રખાઈ છે. 470 કર્મચારીઓની જરૂરિયાત સામે લાયકાત મુજબ સ્થાનિક લોકોને પ્રાધાન્ય અપાશે. તેમજ સીઈઆર પ્રવૃત્તિ અંતગર્ત’ પાંચ વર્ષ’ માટે 705 લાખની અંદાજપત્રીય ફાળવણી કરાઈ છે. જેમાંથી શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પર્યાવરણ સહિતના વિષય ઉપર કાર્ય કરાશે.લોનસુનાવણી વેળા વરસામેડીના ગામજનોએ વેલસ્પન એકમથી નિર્માણ પામેલી સ્થિતિ અંગે તસ્વીરો પ્રદર્શિત’ કરવાની માંગ કરી જેનો અસ્વીકાર થયો હતો. નારાજ લોકોએ’ ‘હાથમાં’ કાળી પટ્ટી, થયેલી હાલતની તસવીરો બતાવીને આક્રોશ ઠાલવ્યો હતો. સૂચિત’ પ્લાન્ટની મંજૂરી પહેલા આક્ષેપિત બાંધકામ થયુ છે’ જેની નિરીક્ષણ મુલાકાત લેવા અપીલ થઈ હતી.

દરમ્યાન રજૂ થયેલો પર્યાવરણીય અહેવાલ’ ખોટો, વિસંગતા ભર્યે છે, ગળપાદરમાંથી લેવાયેલા જમીન નમૂના જાણ બહાર લેવાયા હોવાના તથા’ એકમને લઈને’ હવા, પાણી અને ધ્વનિ પાસાને કેન્દ્રમાં રાખીને’ પર્યાવરણને નુકશાન થશે, પ્લાસ્ટીક વેસ્ટથી પશુઓના મોત થયા હોવા સહિતના મુદ્દા સાથે આક્ષેપોનો મારો ચાલ્યો હતો. અંદાજીત 5 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમ્યાન’ ‘એકમના પક્ષમાં બોલનારા અને વિરુદ્ધ બોલનારા વચ્ચે શાબ્દીક યુદ્ધ જોવા મળ્યુ’ હતું. બીજીબાજુ એકમે’ થયેલા આક્ષેપોનુ ખંડન કરી’ નિયમોનુસાર કાર્યવાહી થશે અને’ કરાશે તેવી બાંહેધરી આપી હતી. આ સુનાવણીમાં 45 લેખિત તથા 47 મૌખિક રજૂઆતો આવી હતી. કંપનીના સૂત્રોએ દાવો કર્યો હતો કે નવા પ્રોજેક્ટથી ફાયદો થશે – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ