હાઇવે ઉપર ટ્રક ચાલકોને ઉભા રખાવી ટ્રક સહીતનો મુદામાલને લૂંટ કરતી ગેંગને પકડી પાડી અનડીટેક્ટ લૂંટના ગુનાનો ભેદ ઉકેલતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના આધારે વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ અંજારમા આશાબા બ્રીજથી આગળ નેશનલ હાઇવે ઉપર થયેલ ટ્રક – ટ્રેઇલરની અનડીટેક્ટ લૂંટના ગુના કામે ના આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોઇ જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ તથા પો.ઇન્સ.શ્રી એસ . એન . ગડુ નાઓને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે સંયુક્ત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે , અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૨૦૧૫૬ / ૨૨ ઇ.પી.કો.કલમ- આઈ.પી.સી. કલમ -૩૯૨ , ૧૭૦ , ૩૪ મુજબના ગુના કામે લૂંટમા ગયેલ મુદામાલ અંજાર મધ્યે આવેલ G.I.D.C મા આવેલ નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નં .૫૧ વાળામા લૂંટમા ગયેલ મુદામાલ ચોખા આરોપીઓએ રાખેલ છે અને તે ચોખા સગેવગે કરવા માટે આરોપીઓ હાલે આ વાડામા હાજર છે અને તેઓ આ મુદામાલ સગેવગે કરવાની પેરવી કરી રહેલ હોવાની ચોક્કસ બાતમી આધારે ઉપરોકત હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા તે વાડામાથી ચોખાની બોરીઓ તથા એક પીકપ ડાલુ તથા એક મો.સા. સાથે ચાર ઇસમોને મુદામાલ ચોખા તથા અન્ય મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ : ( ૧ ) પ્રકાશ સામતભાઇ બરાડીયા ( આહિર ) ઉ.વ .૩૨ રહે.મ.ન .૧૬૪ , લક્ષ્મીનગર , મેઘપર કુંભારડી મૂળ રહે.રાધાકૃષ્ણનગર , રતનાલ તા.અંજાર ( ૨ ) હિતેશ ઉર્ફે બાવો લીલાધરભાઇ સુથાર ઉ.વ .૪૦ રહે.ગંગોત્રી સોસાયટી , અંજાર ( ૩ ) મદન કાનજીભાઇ રાણા ઉ.વ .૪૦ રહે.ભવાનીનગર , આર્મી કેમ્પ સામે , ગળપાદર તા.ગાંધીધામ મૂળ રહે.નહેરૂનગર સોસાયટી , બાડમેર ( રાજસ્થાન ) ( ૪ ) શંકર શામજીભાઇ બોરીચા ( આહિર ) ઉ.વ .૩૦ રહે.મ.ન .૪૦૬ , લક્ષ્મીનગર , મેઘપર ( કું ) તા.અંજાર
પકડવાના બાકી આરોપીઓ : ( ૧ ) ઇશાક હુસેન મીઢા રહે.વીરા તા.અંજાર ( ૨ ) શબીર કકલ રહે.મીઠી રોહર તા.ગાંધીધામ તથા તપાસમા જણાઇ આવે તે
કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) ચોખાનુ વજન ૨૬૮૮૫ kg કુલ્લે કિ.રૂ .૬,૭૨,૧૨૫ / ( ૨ ) પીકપ ગાડી રજી.નં. GJ – 12 – BY – 3740 કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / ( ૩ ) TVS રેડોન મોડલનું મો.સા. રજી . નં- GJ – 12 – EC – 2958 કિ.રૂ .૫૦,૦૦૦ / ( ૪ ) આર.ટી.ઓ પાર્કિંગની નંબર પ્લેટમા રજી નં . GJ – 12 – W – 8595 લખેલા છે અને જે નંબર પ્લેટ ઉપર કાળો કલર કરેલ છે તે કિ.રૂ .૦૦ / ( ૫ ) એક એર ફીલ્ટર તેની ઉપર માર્કર પેનથી GJ – 12 – W – 8595 29/1/21 લખેલ કિ.રૂ .૦૦ / ( ૬ ) એક કવર જેની અંદર જોતા GJ – 12 – W – 8595 વાળી ગાડીની જુની બિલ્ટીઓ તથા કાંટા ચીઠ્ઠીઓ કિ.રૂ .૦૦ / ( ૭ ) એક સ્વીફ્ટ ડીઝાયર ગાડી જેના રજી.નં. GJ – 12 – DG – 8206 કિ.રૂ .૩,૫૦,૦૦૦ / ( ૮ ) લૂંટમા ગયેલ ટ્રક નં . GJ – 12 – W – 8595 ના ટાયરો નંગ -૧૦ કિ.રૂ .૫૦,૦૦૦ / ( ૯ ) મોબાઇલ ફોન નંગ -૦૫ કિ.રૂ .૨૫,૦૦૦ / – : કુલે મુદામાલ કિ.રૂ .૧૪,૪૭,૧૨૫ / – :
ગુન્હાનો એમ.ઓ . : આરોપીઓ અગાઉથી પ્લાનીંગ કરી ટ્રકની રેકી કરી તક મળ્યેથી તકનો લાભ લઇ ગમે તે રીતે ગાડી ઉભી રખાવી ટ્રક ડ્રાઇવર પાસેથી ટ્રક લૂંટી લેવાની ટેવ વાળા છે .
આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા