સિનુગ્રા વાડીમાથી આધાર પુરાવા વગરના ખાતરનો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ 

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેત વપરાશમા વપરાતા ખાતરનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાયરદેસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામા આવેલ હોઇ જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , સિનુગ્રા ગામની સીમમાં આવેલ ખંભરા રોડ ઉપર જેન્તી રાજપુરોહિત રહે.સિનુગ્રા તા.અંજાર વાળો પોતાની વાડીમા ચોરી કે છળકપટથી મેળવેલ ડી.એ.પી. ખાતર છે અને હાલે તે માલ સગેવગે કરવાની પેરવીમાં છે તેવી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સદર બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનો મુદામાલ સાથે મળી આવેલ ઇસમને પકડી પાડી કાયદેસર કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે . પકડાયેલ ઇસમ : જોરાવરસિંગ ઉર્ફે જેન્તી ગેબસિંગ રાજપુરોહિત ઉ.વ .૩૬ રહે.ખંભરા રોડ  ખીમજીભાઇ આહિરની વાડીમા  કબ્જે કરેલ મુદામાલ : IFFCO ડી.એ.પી ખાતરની બોરીઓ નંગ -૧૫૨ કુલ્લે કિ.રૂ .૫૩,૨૦૦ / એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૫૩,૨૦૦ / –

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા – રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: