મેઘપર બોરીચીના લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીને નિયમિત જામીન માટે આદેશ

અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ગામના મકાન પચાવી પાડવાના મામલે કરાયેલા લેન્ડ ગ્રેબીંગ ધારાના કેસમાં આરોપી મેઘપર (બોરીચી)ના રાકેશકુમાર જમુનાદાસ યાદવને અદાલતે નિયમિત જામીન આપતો આદેશ કર્યો હતો.તો બીજીબાજુ ચેક પરત ફરવાના કેસમાં આરોપી હિતેશ રમણિકલાલ મકવાણાને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવતો ચુકાદો કોર્ટએ આપ્યો હતો.મેઘપર બોરીચીના કિસ્સામાં સર્વે નંબર ૧૨૨ વિઠ્ઠલનગર ખાતે પ્લોટ નંબર ૮૯ ઉપરના મકાનને પચાવી પાડવાના ઇરાદે ખાલી ન કરવાના મામલે ગાંધીધામના રતાભાઇ રામભાઇ સોઢીયા દ્વારા રાકેશકુમાર યાદવ સામે લેન્ડ ગ્રેબીંગ ધારાનો ગુનો દાખલ કરાવ્યો હતો. અંજાર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાયા બાદ તેના માટે જામીન અરજી મુકાઇ હતી. ભુજ ખાસ કોર્ટમાં સુનાવણીના અંતે નિયમિત જામીન આપતો આદેશ કરાયો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને જીગરદાન એમ. ગઢવી રહયા હતા.જયારે ચેક પરત ફરવાના સાત વર્ષ જુના શરદચન્દ્ર ભાનુશંકર દવેની ફરિયાદવાળા કેસમાં ભુજના ચીફ જયુ. મેજીસ્ટ્રેટ એમ.એમ.પરમાર દ્વારા આરોપી હિતેશ મકવાણાને શંકાનો લાભ આપી નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. આરોપીના વકીલ તરીકે એ.આર. મલેક સાથે જગદિશ ગોસ્વામી, પ્રફ્yલ્લકુમાર બી. સીજુ, સાહેબા પઠાણ, નવિન આર. સીજુ અને ફરહાનખાન સિન્ધી રહયા હતા. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: