પોકેટ કોપની મદદથી અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ

મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ઘરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. , ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ.શ્રી આઈ.એચ.હિંગોરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા સરપટનાકા થી ૩૬ ક્વાટર્સ ચાર રસ્તા તરફ જતા હતા તે દરમ્યાન નાગનાથ મંદીર પાસે પહોંચતા ૩૬ ક્વાર્ટસ તરફથી સંકાસ્પદ હાલતમાં એક કાળા કલરની ડીસ્કવર મોટર સાઇકલ આવતા જે મજકુર મો.સા. ચાલકને હાથ વડે ઇશારો કરી ઉભો રખાવી મજકુર મોટર સાઇકલ ચાલકનું નામ – ઠામ પુછતા પોતે – પોતાનું નામ પ્રયાંક શંભુલાલ વાળંદ ઉ.વ. ર ૯ રહે . શીવનગર , સરપટનાકા બહાર , તા.ભુજ વાળો હોવાનું જણાવેલ મજકુર ઇસમના કબ્જાની મોટર સાયકલ બાબતેના આધાર – પુરાવાની માંગણી કરતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહીં હોવાનુ જણાવેલ , જેથી મજકુર ઇસમના કબ્જાના મો.સા. બાબતે પોકેટ કોપ મારફતે મો.સા. ના રજી , નંબર આધારે સર્ચ કરી મો.સા. માલીકની તપાસ કરી તેમના નામ – સરનામા મેળવી તેઓનો કોન્ટેક કરતા તેઓએ જણાવેલ આ મો.સા. વર્ષ ૨૦૧૩ માં મહાસ્પર્શ હોસ્પીટલ , અંજાર ખાતેથી ચોરાયેલ અને તે બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ , જેથી ખરાઇ કરતા અંજાર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં .૨૩૯ / ૨૦૧૩ , આઇ.પી.સી. કલમ- ૩૭૯ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય મજકુર ઇસમના કબ્જામાં રહેલ મોટર સાયકલ સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે . 

પકડાયેલ આરોપી – પ્રીયાંક શંભુલાલ વાળંદ ઉ.વ. ૨૯ ધંધો . હેર સલુન રહે . શીવનગર , સરપટનાકા બહાર , ભુજ કબ્જે કરેલ મોટર સાયકલ ( કુલ કિ .૪.૨૦,૦૦૦ / – ) – બજાજ કંપનીની ડીસ્કવર મો.સા. રજી . નં . GJ – 12 – BQ – 8062

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: