ઉંચા વ્યાજે નાણાના ધીરધાર કરનાર અને તે રૂપીયા કઢાવવા માટે માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરવાના ગુના કામેની ફરાર બંને આરોપણોને પકડી પાડતી અંજાર પોલીસ 

મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. પટેલ સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં ૧૧૯૯૩૦૦૩૨૨ ૦૦૦૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ -૩૦૬,૫૦૬ ( ૨ ) , ૨૯૪ ( ખ ) , ૩૮૪,૧૧૪ તથા ગુજરાત નાંણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ કલમ -૪૨ ( એ ) , ૪૨ ( ડી ) , ૪૨ ( ઇ ) , ૪૭ મુજબના ગુન્હા કામે ફરિયાદીને ઉંચા વ્યાજે પૈસા આપી ફરીયાદી પાસેથી વસુલી કરી અને ફરીયાદી પાસેથી લીધેલ બે કોરા ચેક બાઉંસ કરાવી ફરીયાદીને તથા ફરીયાદીના ભાઇને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા ફરીના ભાઇ અનીશભાઇ પાસેથી અવાર નવાર પૈસાની ઉઘરાણી કરી ગેરકાયદેસર ઉંચા વ્યાજે પૈસા વસુલી તેમજ બળજબરી પુર્વક નાણા કઢાવી લેવા ધમકીઓ આપી ફરીયાદી તથા ફરી.ના ભાઇ વધુ પૈસા ન આપી શકતાં તેઓને અવાર નવાર માનસિક ત્રાસ આપી ફરીના ભાઇ અનીશને મરવા માટે મજબુર કરી જેથી આજરોજ ફરીના ભાઇ અનીશભાઇ ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ હોઇ જેથી દુપ્રેરણ કરી ગુનો કરેલ હોઇ જે કામેની મુખ્ય આરોપણ બંને બહેનો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , આ કામની આરોપણ આરતી ઇશ્વરગર ગોસ્વામી તથા રીયા ઇશ્વરગર ગોસ્વામી રહે.બંને.મંકલેશ્વરનગર અંજાર વાળી અંજારમા આવેલ મેઘપર બોરીચીમા રેલ્વે ફાટક પાસે હોવાની ચોકક્સ હકીકત મળતા સ્ટાફના માણસો સાથે તપાસ કરતા બંને આરોપણો મળી આવેલ જે બંને આરોપણને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે . 

પકડાયેલ આરોપણો : ( ૧ ) આરતી ઇશ્વરગર ગોસ્વામી ઉ.વ .૨૮ ( ૨ ) રીયા ઇશ્વરગર ગોસ્વામી ઉ.વ .૩૦ રહે બંને.પ્લોટ નં .૫૩ , મંકલેશ્વરનગર -૨ , અંજાર આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ગડુ તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે રહેલ હતા. રીપોર્ટ -ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: