ત્રણ વર્ષથી પ્રોહિબીશનના ગુનાના નાશતા ફરતા આરોપીને શોધી કાઢતી અંજાર

પોલીસ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાશતા – ફરતા આરોપીઓને પકડવા સમજ કરેલ હોઈ જેથી પોલીસ ઇન્સપેક્ટરશ્રી અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવા નાશતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટાફના માણસો સાથે અંજાર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા ત્યારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે , આરોપી ભુપીન્દરસિંઘ તરણસિંઘ સગુ રહે પંજાબ વાળો અંજાર મધ્યે ચિત્રકુટ સર્કલ પાસે ઉભેલ છે તે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે .

પકડાયેલ આરોપી : ભુપીન્દરસિંઘ તરણસિંઘ સગુ ઉ.વ .૫૦ રહે.વોર્ડ નં -૦૧ , રાજ પેટ્રોલપંપ , પાંતરા , જી.પટીયાલા ( પંજાબ ) અંજાર પોલીસ સ્ટેશન પ્રોહિ ગુ.ર.નં -૫૦૫૨ / ૨૦૧૯ પ્રોહિ કલમ -૫ ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબ

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા – રીપોર્ટ – નિર્મલસિંહ જાડેજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: