મોરબીના ભડીયાદ ગામ ખાતે ૧૦૦ચો વાર માટે ફરી અનિલ અંબલીયા તંત્ર સામે બાંયો ચડાવી

મોરબી તાલુકામાં આવેલા ભડીયાદ ગામ ખાતે લેન્ડ કમિટી દ્વારા 2010માં મંજૂરીની મહોર સાથે પ્લોટોની ફાળવણી કરવામાં આવી છે તેમાં આજે 2022 સુધી એટલે કે બાર વરસથી 34 પ્લોટ કબજો આપવામાં આવ્યો નથી જેથી તાજેતરમાં તારીખ 25 2 2022 ના રોજ ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોનું કલ્યાણ કરવા આવેલા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માં આવી છે કે મોરબી તાલુકાના ભડીયાદ ગામ ખાતે ગત તારીખ 23 8 2010 માં કમિટી ની મંજૂરી બાદ પણ આજ સુધી ૩૪ જેટલા વ્યક્તિઓને પ્લોટ સોપવાની કામગીરી કરવામાં આવી નથી જેના પરિણામે તંત્ર સામે ફરી અનિલભાઈ અંબાલિયા લેખિત આધાર પુરાવા સાથે અગાઉ જિલ્લા પંચાયત મામલતદાર કલેકટર વિગેરે વિગેરે ઉપવાસ આંદોલન ચલાવી ચૂક્યા હતા પરંતુ પરિણામ આજની તારીખે જેથી ફરી વિગતવાર રજૂઆતો સાથે ન્યાયની માંગણી ન્યાયિક કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી રહી છે જેમાં જાણવા મળેલી વિગત એવી છે કે ભડિયાદ ખાતેના ૧૦૦ ચોરસ વાર પ્લોટ ૩૪ જેટલા અરજદારો ને મંજૂરી આપ્યા બાદ પણ કબજો સોંપવામાં નથી આવ્યું તે માટે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી સાથે હકદાર ને હક અપાવી પ્લોટનો કબજો આપવા અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે જો આ વખતે સમયસર ન્યાય નહીં મળે તો આવનાર વિધાનસભા ચૂંટણી નો પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે માત્ર વિકાસની વાતો કરવાથી વિકાસ થતો નથી મોરબી જિલ્લામાં માત્ર કાગળ પર જ વિકાસ થતો હોય એવું બાર-બાર વર્ષથી ન્યાય માટે સરકારી કચેરીઓમાં ધરમના ધક્કા ખાતા અરજદાર અનિલભાઈ અંબાલિયા એ ગત તારીખ 25 2 ના રોજ ભાજપના જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ના હસ્તે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત વળી આધાર પુરાવા સાથે તંત્ર સામે બાવળા ચડાવ્યા હોય તેમ ફરી રજૂઆતોનો દોર શરૂ કરી દીધો છે જે રજૂઆતની કોપી સાથે અરજદાર અનિલભાઈ અંબાલિયા ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: