વિરમગામમાં સરકારી જમીન પર કબજો જમાવનાર

માથાભારે શખ્સો સામે લેન્ડ ગેબીંગ હેઠળ કાર્યવાહી કરવા પૂર્વ કાઉન્સિલરની CMને રજુઆત – વિરમગામ : વિરમગામમાં શહેરની બહાર સોક્લી તરફ જવાના રસ્તા પર બાલાપીર બાવા દરગાહ પાસેની સર્વે નંબર ૧૩૬૩,૩૬૪ તથા ૧૩૬૫ સરકારી પડતર તેમજ ખરાબો (તળાવ) ગામના નમુના નં.૭માં જુની શરતની ૭૫ સ.ચો.વાર તથા ૪૭ વીઘા જેટલી જમીન આવેલી છે. જેમાં માથાભારે શખ્સો દ્વારા કબજો જમાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે તેમની સામે લેન્ડ ગેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેરના એક પૂર્વ કાઉન્સિલર અને મુસ્લીમ અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં ગત તા.૧૦-૧૧-૨૧ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક જવાબદાર વહીવટી તંત્ર કચેરી પાસે રિપોર્ટ તાજેતરમાં માંગવામાં આવતા ગેરકાયદેસર રીતે સરકારી પડતર જમીન પર કબ્જો જમાવનાર સખ્સોમા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગત બુધવારના રોજ મામલતદાર કચેરી દ્વારા સર્વે નંબર ૧૩૬૩,૧૩૬૪,૩૬૫ જણાવેલ જગ્યામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને જિલ્લા કલેકટરમાં આ સંદર્ભમાં રિપોર્ટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના પૂર્વ કાઉન્સિલર અને મુસ્લીમ અગ્રણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆત અને લેન્ડ ગેબિગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સંદર્ભમાં વિરમગામ મામલતદાર પી.એમ. ભટ્ટે જણાવ્યું હતું કે તપાસ કરવામાં આવી છે. જેનો અહેવાલ તથ્ય ખાનગી હોવાથી હાલ કલેકટરમાં કમિટીને પ્રાંત કચેરી દ્વારા અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે. –  રીપોર્ટ – મુન્ના વ્હોરા,વિરમગામ

Leave a Reply

Your email address will not be published.

error: