વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ લુંટ ના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.ચંદ્રશેખર સાહેબ તથા મહે.જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ થતા અટકાવવા સારૂ સખ્ત સુચના કરેલી જે આધારે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ડૅા. લવીના સિન્હા સાહેબ  વિરમગામ વિભાગ વિરમગામ નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમા થતા મિલકત સબંધી ગુન્હાઓને ઉકેલવા સારુ ઇ. પોલીસ ઇન્સપેક્ટર સાહેબ શ્રી એસ.એસ.ગામીતી સુચના કરેલ જે આધારે મિલ્કત સંબંધી ગુના અટકાવવા તેમજ શોધવા સારુ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઇસમો (૧) રાહુલભાઇ ઉર્ફે ચચુ સુરેશભાઇ કમાજી ઠાકોર રહે.વિરમગામ હાથી તલાવડી તા.વિરમગામ તથા (૨) સંજયભાઇ ઉર્ફે લાલો ભીખાજી ચુંડાજી ઠાકોર રહે-વિરમગામ હાથી તલાવડી તા- વિરમગામ તથા (૩) વિજયભાઇ  ઉર્ફે વિજો બીજલભાઇ કરમશીભાઇ ઠાકોર રહે-વિરમગામ હાથી તલાવડી તા.વિરમગામ નાઓની હિલચાલ શંકમંદ જણાતા સદરહું ઇસમોની સધન પુછપરછ કરતા ભોજવા ફાટક પાસે લુંટના ઇરાદે ફરીયાદીની આંખોમા મરચાની ભુકી નાંખી ધોકા વડે મારમારી ઇજા કરી લુંટનો પ્રયાસ ની કબુલાત કરતા હોય સદરહું આરોપીઓને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નં- ૧૧૧૯૨૦૬૧૨૨૦૦૦૫ ઇ.પી.કો કલમ ૩૯૪, ૧૧૪ મુજબના ગુનાના કામે અટક કરી અનડીટેક્ટ ગુનાને ડીટેકટ કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે.  તા. ૧૨/૦૧/૨૦૨૨

આ કામગીરી કરવામા નીચેના માણસો રોકાયેલા હતા- (૧) ઇ. પો.ઇન્સ.  શ્રી એસ.એસ.ગામીતી (૨) પો.સ.ઇ. શ્રી જે.એમ.પટેલ (૩) આ.હે.કો. મુકેશભાઇ શંભુભાઇ (૪) અ.હે.કો. ધનશ્યામસિંહ કિર્તિસિંહ (૫)  અ.હે.કો. બાબુભાઇ શંકરભાઇ (૬) અ.હે.કો. ધનાભાઇ સુરાભાઇ (૭) એ.એસ.આઇ. હરેશભાઇ ડાહ્યાભાઇ (૮) અ.હે.કો. સતિષભાઇ આત્માભાઇ (૯) અ.પો.કો. મહેન્દ્રભાઇ કાળુભાઇ (૧૦) આ.પો.કો.  સંદિપભાઇ પ્રહલાદભાઇ (૧૧)  આ.પો.કો. દિગ્વિજયસિંહ દાદુભા (૧૨) આ.પો.કો જયદિપસિંહ જવાનસિંહ  (૧૩) અ.પો.કો. મહેશભાઇ દેવશીભાઇ (સદર કામગીરી વિરમગામ વિભાગ તથા વિરમગામ ટાઉન પો.સ્ટે. ના કર્મચારીઓએ સંયુકત રીતે. રીપોર્ટ – મુન્ના વ્હોરા,વિરમગામ

Leave a Reply

Your email address will not be published.

error: