વિરમગામ ટાઉનના મહિલા પી.એસ.આઈની અનોખી માસ્ક ડ્રાઈવ લોકોને દંડના બદલે કસરત કરાવી જાગૃત કર્યા

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીએસઆઈ દિપ્તીબેન અંતાણીની અનોખી માસ્ક ડ્રાઈવ જોવા મળી હતી વિરમગામ શહેરમાં કોરોના પ્રત્યે લોકોને સજાગ કરવા અને માસ્ક પહેરવા માટે લોકોને જાગૃત કરવાના હેતુથી વિરમગામ ગોલવાડી ગેટ પોલીસ ચોકી પાસેથી માસ્ક પહેર્યા વગર પસાર થતા લોકોને ઉઠક બેઠક કરાવી અને માસ્ક પહેરવા માટે સમજાવતા જોવા મળ્યાં હતાં.લોકોને દંડ નહીં પણ ઉઠક બેઠકની કસરત કરાવી અને માસ્ક પહેરવાનું કહેતાં હતાં ઉલ્લેખનીય છે કે જરૂરિયાતમંદ લોકોને ફ્રી મા માસ્ક પણ વિતરણ કરેલ છે.

મહિલા પી.એસ.આઈ દિપ્તીબેન અંતાણી કોઈની પણ શેહશરમ રાખ્યા વગર અને રાજકીય દબાળને  પણ વસ થયા વગર સરકારની ગાઇડને અનુસરી કાયદેસરની કાર્યવાહી કરે છે.દરેક લોકોને સમાન ન્યાય આપે છે.માસ્ક વગર નિકળતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને હવે લોકો ઘરની બહાર નીકળશે ત્યારે માસ્ક અવશ્ય પહેરસે તેવુ તેમની કામગીરીથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. – રીપોર્ટ – મુન્ના વ્હોરા,વિરમગામ

Leave a Reply

Your email address will not be published.

error: