વિરમગામ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત

વિરમગામ : તા.૧૪-૦૧-૨૨ – શાળા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલની ટીમ ચેમ્પિયન બની ફાઇનલ મેચમાં ડોડીયા ઓમપ્રકાશે મેન ઓફ ધ મેચ અને પ્રકાશે સમગ્ર સીરીઝ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ જીત્યો વિરમગામ ક્રિકેટ એસોસિએશન દ્વારા વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાની શાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરમગામના પટાંગણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલની ક્રિકેટ ટીમ સુંદર પ્રદર્શન કરી ફાઇનલમાં પ્રવેશી અને ભવ્ય વિજય મેળવ્યોહતો. ફાઇનલ મેચમાં ડોડીયા ઓમપ્રકાશે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો જ્યારે પ્રકાશે સમગ્ર સીરીઝ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ જીત્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તથા વિજેતા બનનાર આઇપીએસ સ્કૂલની ટીમને ઇન્ડિયન પબ્લિક સ્કૂલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમ ઇન્ડિયન પબ્લિક સ્કૂલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. રીપોર્ટ – મુન્ના વ્હોરા,વિરમગામ 

Leave a Reply

Your email address will not be published.

error: