સંવેદના પરિવાર ના મનોજભાઈ બારૈયા ની અરજી પર ગુજરાત પોલીસ નું દિલધડક ઓપરેશન

સંવેદના પરિવાર ના મનોજભાઈ બારૈયા ની અરજી પર ગુજરાત પોલીસ નું દિલધડક ઓપરેશન

અમદાવાદ ના દાણી લીમડા વિસ્તાર માં ખાનગી કતલખાના માં રેડ કરી અધધ ૩૨૦૦ કિલો માંસ પકડી પાડી ૧૨ જીવિત અબોલ જીવો કતલખાના થી બચાવ્યા મળતી માહિતી મુજબ  તારીખ ૧૩/૦૧/૨૦૨૨ ના રોજ સવારે સંવેદના પરિવાર ના મનોજભાઈ બારૈયા ની  અરજી ના માધ્યમ થી અને પીપલ ફોર એનિમલ  મેડમ શ્રી  મેનકા ગાંધી ના સહકાર થી શ્રી ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ પોલીસ ગુજરાત ના (DGP) સાહેબ અમદાવાદ કમિશનર સાહેબ. અને સેક્ટર ૨ સાહેબ અમદાવાદ સીટી ના માર્ગદર્શન હેઠળ સફળ રેડ અમદાવાદ દાણીલીમડા પોલીસ સ્ટેશન ના વિસ્તાર મા રામરહીમ ટેકરા ઉપર ખાનગી કતલ ખાના અલગ અલગ જગ્યા પર ચલતા હોય તેવી  માહિતી ના આધારે દાણીલીમડા પોલીસ હસ્તક  તમામ ખાનગી કતલ ખાના ઉપર રેડ કારતા ૧૨ ઈસમો ની ધડપકડ અને ૧૬ પશુ જીવતા અને ૩૩૦૦ કિલો માસ પકડી ને  દાણીલીમડા પોલીસ સ્ટેશન ના PSI ભરવાડ સાહેબે  સફળ રેડ કરી હતી. રેડ બાદ પોલીસ દ્વારા FSL સહિત ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. આ રેડ માં (પીપલ ફોર એનિમલ  ) મેડમ શ્રી મેનકા ગાંધી,(SPCA) અધિકારી શ્રી દિલીપ ભાઈ શાહ, શ્રી નાયબ પશુ પાલન સચિવ, સંવેદના અબોલ જીવો ન્યૂઝ તંત્રી સેજલ ભાઈ મેહતા, સુરેન્દ્રનગર જિલ્લા ના (SPCA) રઘુભાઈ ભરવાડ, અખિલ ભારતીય નવયુગ સંસ્થા ગુજરાત પ્રદેશ સંદીપ દાન ગઢવી સહિત ના ગૌ રક્ષકો જીવદયા પ્રેમીઓ તેમજ આગેવાનો નો ખાસ સાથ સહકાર મળ્યો હતો. અમદાવાદ કમિશ્નર સાહેબ શ્રી, અમદાવાદ સીટી સેક્ટર 2 સાહેબ શ્રી, દાણીલીમડા પોલીસ સ્ટેશન ના સીનયર પોલીસ ઇસ્પેક્ટર, દાણીલીમડા પોલીસ સ્ટેશન ના PSI ભરવાડ સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા આ રેડ ને સફળ બનાવવા માં આવી હતી. 

પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર -૨ તથા ના.પો.કમિ શ્રી ઝોન -૬ તથા મદદનીશ પો.કમિ.શ્રી “ કે ” ડીવીઝન નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુચના મળતા જે અન્વયે ડી.વી.તડવી પોલીસ ઇન્સપેકટર શ્રીની સુચના તથા માર્ગદર્શને હેઠળ કામગીરી કરેલ છે સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.એ.ઓ.ભરવાડ તથા અ.હેડ કોન્સ.મોસીનમીયા યાસીનમીયા બ.નં .૧ રપ તથા હેડ.કોન્સ.જગદિશકુમાર ગણેશભાઇ બ.નં. ૫૬૩૬ તથા હેડ કોન્સ.કાનજીભાઇ અમીભાઇ બ.નં .૭૭૯૦ તથા હેડ.કોન્સ.ભરતકુમાર ધુળાભાઇ બ.નં .૩૩૧૮ તથા અ.હેડ.કોન્સ.શૈલેષકુમાર ગાંડાભાઇ તથા પો.કો.ગોપાલ દેવાભાઇ બ.નં .૬૬૭૬ તથા પો.કો.ઉપેન્દ્રસિહ દશરથસિહ બ.નં .૫૬૮૮ તથા પો.કો.વિશ્વરાજસિહ રાજેન્દ્રસિંહ બ.નં .૭૦૨૯ તથા પો.કો.વજાભાઇ દેહુરભાઇ બ.નં .૧૦૩૧૭ તથા પો.કો.ભયલુભા દિલુભા બ.નં .૧૧૯૩૦ તથા પો.કો.રણજીતસિહ ટેમંતસિહ બ.નં. ૪૯૦૦ તથા પો.કો.ગોપાલ શિવાભાઇ બ.નં .૯૧૬૦ વિગેરે સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદના પરિવાર ના મનોજભાઈ બારૈયા ની અરજી આધારે બહેરામપુરા રામ રહીમના ટેકરા ખાતે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ નં . ( ૧ ) સરફરાજ શરીફભાઇ કુરેશી રહે : ગાંધી રેસીડેન્સી , સોનલ ચાર રસ્તા પાસે જુહાપુરા અમદાવાદ શહેર નં . ( ૨ ) યાકુબ ઇબ્રાહીમભાઇ શેખ રહે : ગલી નં .૪ રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર નં . ( ૩ ) આરીફ ઉસ્માનભાઇ શેખ રહે : અલસબા સોસા.પિન્કો ટેક્ષટાઇલ્સ પાસે રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર નં . ( ૪ ) તોફીક ઉર્ફે ગુલાબ ફારુકભાઇ શેખ રહે ગલી નં .૧ નવી નગીના મસ્જિદ રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર ( ૫ ) ઇમ્તિયાઝ મહમદહુસેન શેખ રહે : એ / ૧૦ શક્તિ સોસા.દાણીલીમડા અમદાવાદ શહેર ( ૬ ) લિયાકતહુસેન એહમદભાઇ શેખ રહે : આર.એમ.પાન પાર્લર પાસે બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ શહેર ( 9 ) નિયાઝમહમદ જમીલભાઇ કુરૈશી રહે : ગલી નં .૪ નગીના મસ્જિદની પાસે રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર ( ૮ ) શરીફ શફીમોહમદ કુરેશી રહે : ગલી નં .૪ નગીના મસ્જિદની પાસે રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર ( ૯ ) રફીક ઉસ્માનભાઇ શેખ રહે : ગલી નં .૧૩ ગલી નં .૪ રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર ( ૧૦ ) મકબુલઅલી મકસુદઅલી સૈયદ રહે : પેટલાદવાલી ચાલી રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર ( ૧૧ ) કલીમ ઇદ્રીશભાઇ કુરેશી રહે : ઝમઝમ શોપિંગ સેન્ટર પાસે ગામ નંદાસણ તા.જિ.મહેસાણા ( ૧૨ ) ઉમરદીન મોબીનદીન કુરેશી રહે : ઝમઝમ શોપિંગ સેન્ટર પાસે ગામ નંદાસણ તા.જિ.મહેસાણા નાઓની પશું કતલવાળી ગે.કા.જગ્યાઓએ રેડ કરી : સદરી આરોપીઓને કતલ કરેલ ભેંસ માંસ આશરે ૩,૨૦૦ / કિ , ગ્રા.જે કિ , રુ , ૩,૨૦,૦૦૦ / તથા જીવતી ભેંસ -૩ તથા પાડા નંગ -૬ કિ , રુ , ૧૯,૦૦૦ / તેમજ કતલ કરવાના સાધનો મળી કુલ્લે કિ , રુ , ૩,૩૯,૦૦૦ / ના મુદ્દામાલ । સાથે પકડી લઇ આરોપી ( ૧ ) શાહરૂખ સબ્બીરભાઇ કુરેશી રહે : રામરહીમનો ટેકરો દાણીલીમડા અમદાવાદ શહેર તથા ( ૨ ) મોહમદછુરી કુરેશી રહે : રામરહીમનો ટેકરો દાણીલીમડા અમદાવાદ શહેર તથા આરોપી બહેન તાઝબાનુ મકસુદઅલી સૈયદ રહે : પેટલાદવાલી ચાલી રામ રહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદ શહેર નાઓને વોન્ટેડ બતાવી દાણીલીમડા પો.સ્ટે.ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ જેમાં ( ૧ ) બી પાર્ટ નં .૧૧૧૯૧૦૧૨૨૨૦૦૭૩ / ૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ -૪૨૯ તથા ધી પશુ સંરક્ષણ ધારા અધિનિયમ ૧૯૫૪ ની સુધારા કલમ -૫,૬,૭,૮,૧૦ , તથા બી.પી.એમ.સી.એક્ટ અધીનીયમ ૧૯૪૯ ની કલમ -૩૩૫ , ૩૯૨ મુજબ તથા ( ૨ ) બી પાર્ટ નં .૧૧૧૯૧૦૧૨૨૨૦૦૭૪ / ૨૦૨૨ ધી ઇ.પી.કો.કલમ -૪ ર ૯ તથા ધી પશુ સંરક્ષણ ધારા અધિનિયમ ૧૯૫૪ ની સુધારા કલમ -૫,૬,૭,૮,૧૦ , તથા બી.પી.એમ.સી.એક્ટ અધીનીયમ ૧૯૪૯ ની કલમ -૩૩૫ , ૩૯૨ મુજબ તેમજ ( ૩ ) બી પાર્ટ નં .૧૧૧૯૧૦૧૨૨૨૦૦૭૫ / ૨૦૨૨ ધી ઇ.પી.કો. કલમ -૪૨૯ તથા ધી પશુ સંરક્ષણ ધારા અધિનિયમ ૧૯૫૪ ની સુધારા કલમ -૫,૬,૭,૮,૧૦ , તથા બી.પી.એમ.સી.એક્ટ અધીનીયમ ૧૯૪૯ ની કલમ -૩૩૫,૩૯૨ મુજબ ના ગુનાઓ શોધી કાઢેલ છે આ કતલખાના છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યા હોય ત્યારે સંવેદના પરિવાર ના તેમજ SPCA સભ્ય / પીપલ ફોર એનિમલ સભ્ય મનોજભાઈ બારૈયા તેમજ સંજયભાઈ પટેલ દ્વારા આ બાબતે સંપૂર્ણ માહિતી એકત્રિત કરી આ બાબત ની અરજી કરી તંત્ર નું ધ્યાન દોર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે તારીખ ૧૪ જાન્યુઆરી ના રોજ મકરસંક્રાંતિ ને દાન તેમજ પુણ્ય ના દિવસ તરીકે પણ ઉજવાય છે. લોકો ગૌશાળા તેમજ પાંજરાપોળ જેવી સંસ્થાઓ ને ગૌ માતા તેમજ અબોલ જીવો ના કલ્યાણ માટે દાન આપતા હોય છે એવા માં મકરસંક્રાંતિ ના આગલા જ દિવસે આટલી મોટી માત્રા માં માંસ પકડાતા આરોપીઓ પર ચોમેર થી ફિટકાર વરસ્યો હતો તેમજ રેડ ને સફળ બનાવનાર જીવદયા પ્રેમીઓ ખાસ કરી ને પોલીસ અધિકારીઓ નો સહુ કોઈ એ આભાર વ્યક્ત કર્યો હતો. – રિપોર્ટ : અશોક મકવાણા અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: