અમદાવાદ ડિવિઝન પર રેલવે ઓફિસર્સ ક્લબ ગાંધીગ્રામમાં રમતગમત સ્પર્ધાનું આયોજન

વેસ્ટર્ન  રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા, અમદાવાદ દ્વારા  રેલ્વે ઓફિસર્સ ક્લબ, ગાંધીગ્રામ ખાતે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ (WRWWO) ના પ્રમુખ શ્રીમતી ગીતિકા જૈન દ્વારા રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓના બાળકો માટે ડિવિઝન પર પ્રથમ વખત જોશ-૨૦૨૨ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીમતી જૈને કહ્યું કે છેલ્લા બે વર્ષથી કોવિડ-૧૯ ને કારણે બાળકો ન તો યોગ્ય રીતે શાળાએ જઈ શકતાં નથી અને  ના તો તેઓ રમતગમતમાં ભાગ લઈ શકયા. આટલા લાંબા સમયથી બાળકો રમતગમતથી લગભગ દૂર રહ્યા છે. બાળકોને ફરીથી રમતગમત પ્રત્યે જાગૃત કરી, તેઓ સ્વસ્થ અને સક્રિય રહે તે હેતુથી આ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬ વર્ષથી ૧૭ વર્ષની વયજૂથના ૩૧૫ બાળકો નોંધાયા છે. કોરોનાના સમયગાળા દરમિયાન બાળકોની આઉટડોર એક્ટિવિટી બંધ હોવાને કારણે આ સ્પર્ધા માટે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધામાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, રન, લોંગ જમ્પ, બનાના રન, લેમન રેસ અને બૌરા રેસ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના વાલીઓને વિનંતી છે કે બાળકોને રમવાથી ન રોકો, તેમને રમતગમત તરફ પ્રોત્સાહિત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: