કોરોના “રસીકરણ”માં સિવિલ હોસ્પિટલની “રસપ્રદ” સિધ્ધી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના ૩૬૩ દિવસમાં ૫૦ હજાર ડોઝથી કોરોના રસીકરણ

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના રસીકરણ ટીમે રસીકરણ ક્ષેત્રે અદ્વિતીય – રસપ્રદ સિધ્ધી હાંસલ કરી છે. ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના રસીકરણ મહાઅભિયાનને વેગવંતુ બનાવીને સિવિલ હોસ્પિટલની રસીકરણ ટીમ દ્વારા ૩૬૩ દિવસમાં એક જ સેન્ટર પરથી ૫૦ હજાર કોરોનાની રસીના ડોઝ આપ્યા છે. કોવિડ મહામારી વચ્ચે જનહિતાર્થે આરંભાયેલા કોરોના રસીકરણમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચે પણ સિવિલ હોસ્પિટલ કોરોના રસીકરણ કેન્દ્રએ રસીકરણની ગતિને થંભવા દીધી નથી. તાજેતરમાં જ ૧૫ થી ૧૮ ના કિશોરોને કોરોનાની રસીનો લાભ આપવા માટે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

આ રસીકરણની વિગત જોઇએ તો, કુલ ૧૬,૧૩૧ હેલ્થકેર વર્કસ, ૬૭૪૦ ફ્રંટલાઇન વર્કસ, ૧૫ થી ૧૮ ના ૧૭૦ તરૂણો, ૧૮ થી ૪૪ ની વયજૂથના ૧૪,૨૩૧ લાભાર્થીઓ, ૪૫ થી ૬૦ ની વયના ૮૪૧૨ અને ૬૦ થી વધુ વયના ૪૪૧૮ વયસ્કોએ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર પર આવીને કોરોનાની કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસીનના ડોઝ લીધા છે. 

Leave a Reply

Your email address will not be published.

error: