ગ્રુહમંત્રીશ્રી જવાબ આપો મહિને એક કરોડના હપ્તા બાબતે શું પગલાં લીધા?

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ ક્લબમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગત તારીખ – ૬/૭/૨૦૨૧ ના રોજ રેડ કરવામાં આવી હતી જેમાં ૧૮૦ લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા આમાં ફક્ત બે-ચાર નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાતાં યોગ્ય તપાસ માટે મે ગત તારીખ – ૧૯/૭/૨૦૨૧ (ઈન્વર્ડ નંબર – ૪૪૨૧૬) ના રોજ ગુજરાતના ડીજીપીશ્રીને આ ક્લબ ઉપરથી દરમહિને લેવામાં આવતો રૂપિયા એક કરોડનો હપ્તો અને આ ક્લબ ઉપરથી દરમહિને હપ્તા લઈ જતા ૮૦ તોડબાજ કહેવાતા પત્રકારો (અખબારી અહેવાલો મુજબ) બાબતે તપાસ કરી યોગ્ય પગલાં ભરવાની લેખિત રજૂઆત કરી હતી હું જાણવા માગું છું કે આની તપાસ કોણે કરી અને શું પગલાં લીધા? ગૃહમંત્રીશ્રી જવાબ આપશો કે રૂબરૂ મળવા આવું? જય ગુજરાત

ATUL DAVE – 98259 26951 (પ્રમુખ – ગુજરાત નવનિર્માણ સેના) A/8, Tirupati Shopping Center,Vishal Nagar Road, NR.Govindvadi, Isanpur, Ahmedabad.

Leave a Reply

Your email address will not be published.

error: