ગુજરાતમાં તા:- ૨૩ થી ૨૮મી જાન્યુઆરી દરમ્યાન ૬ દિવસ સુધી ઠંડીનું જોર વધવાની શક્યતા

ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે અમદાવાદનું તાપમાન ૭ ડિગ્રી થવા સાથે આકરી ઠંડી પડવાની શક્યતા રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગના નિષ્ણાંત અંકિત પટેલ જણાવ્યું હતું કે, ઉત્તર પુર્વીય રાજ્યમાં તેમજ વેસ્ટૅન ડિસ્ટર્બન્સની અસર સર્જાતા આગામી તા:- ૨૩ થી ૨૯મી જાન્યુઆરી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધશે જેને પગલે સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે અમદાવાદ ૧૦ વર્ષે બાદ લધુતમ તાપમાનનો પારો ૭ ડિગ્રીથી નીચે જાય તેવા એંધાણ છે ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે ૨૩મી જાન્યુઆરી થી ૨૮મી જાન્યુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો ચમકારો થયો સમગ્ર રાજ્યમાં લધુતમ તાપમાન ૧૦ ડિગ્રી ધટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ૭ ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.

error: