જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ 

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ , બોર્ડર રેન્જ , ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ – કચ્છ ગાંધીધામ સાહેબ નાઓએ પ્રોહી – જુગારની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌઘરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઈ.શ્રી એસ.એન.કરંગીયા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઇ.પો.સબ.ઇન્સ.શ્રી કે.એન.જેઠવા સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે પો.કો.વજરાજસિંહ દેવલ નાઓને મળેલ બાતમી હકીકત આધારે અંતરજાળ ગામના બસ સ્ટેશન પાસે ખુલ્લામા ધાણીપાસા વડે જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામઃ (૧) કૈલાશ અરજણભાઇ આહીર (મ્યાત્રા) ઉ.વ .૪૧ રહે. અંતરજાળ તા.ગાંઘીઘામ (૨) શામજીભાઇ રામજીભાઇ બવા ઉ.વ .૩૨ રહે . અંતરજાળ તા.ગાંઘીઘામ (૩) શામજીભાઇ ઉર્ફે મયુર શંભુભાઇ આહિર.ઉ.વ ૩૧ રહે – અંજાર ( ૪ ) રાજાભાઇ ખીમજીભાઇ દાફડા ઉ.વ .૪૩ રહે . અંતરજાળ તા.ગાંઘીઘામ કબ્જે કરેલ મુદામાલ : રોકડ રૂા . ૧૪,૭૩૦ / – તથા ધાણીપાસા નંગ .૦૨ કિ.રૂા .૦૦ / ૦૦ કુલે કિ.રૂા . ૧૪,૭૩૦ / – નો મુદામાલ મળી આવેલ
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના ઇ.પો.સબ.ઇન્સ.શ્રી કે.એન.જેઠવા સાહેબ સાહેબ તથા એ.એસ.આઇ ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ કનુભા ગઢવી તથા દિનેશભાઇ પરમાર તથા પો.કો વનરાજસિંહ દેવલ તથા હરદેવસિંહ ચુડાસમા તથા રાકેશભાઇ ભટોળ તથા દિલીપભાઇ ચૌઘરીનાઓ દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે .