નલિયા ખાતે પાર્વતી જલનિધિ નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો 

નલિયા જખૌ રોડ પર પશુઓને પીવાના પાણીની તંગી નિવારવા પાર્વતી જલનિધિ નામક અવાડા નું લોકાર્પણ કરતાં દાતા પરિવારે ધન્યતા અનુભવી પ્રભુનો ૠણ સ્વીકાર કર્યો હતો ગંગાસ્વરૂપ શાંતાબેન ગાંગજી મંગે ગામ છાડુરા પરિવાર વતી તેમનાં પુત્ર અશોકભાઈ એ અબોલ પશુઓના સેવાકાર્ય માટે પોતાના વડીલ પાર્વતીબેન નરેન્દ્ર મંગે ના આશીર્વાદ લેતાં ભગવાન ઓધવરામજી મહારાજ ને સત સત વંદન કર્યાં હતાં આ કાર્ય પ્રભુ કુપા ની સાથે સાથે ૧૦૮ ભકિતવિહાર અને મહાપ્રસાદ શંખેશ્વરના પ્રેરક પરમ પુજય આચાર્ય શ્રી સુબોધ સુરીશ્વર મહારાજ સાહેબના શિષ્ય શ્રી મણિભદ્વવીર મહા સાધક કોડાય કોહિનુર શ્રી વિધાચંદ્વ વિજયજી મહારાજ સાહેબને વંદન કરતાં પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા. આ પ્રસંગે નલિયા ચૌહાણ પરિવાર વતી હરેશભાઈ દરજી કસભી એ અને રાજેશભાઈ ચૌહાણ એવમ દક્ષાબેન ભરતભાઈ તથાં સરસ્વતીબેન દરજીએ અશોકભાઈ તથાં ભારતીબેન મંગે નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું પાર્વતી જલનિધિ નામાભિધાન આ અવાડાના સૌજન્ય દાતા તરીકે અંજલી રાજ મંગે તથા મીતા મનોજ ગોરી એ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી 

આ પ્રસંગે મંગળાબેન અંરવિદ ગોરી એ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્ય અને પ્રેરણા ની વિગત આપતાં ભરતભાઈ દરજી એ દાતા પરિવાર અને લોકાર્પણ વિધિ પ્રસંગે ઉપસ્થિત રહેલાં સૌનો આભાર માન્યો હતો આ પ્રસંગે નલિયા અગ્રણીઓ હરેશભાઈ આઈયા. હિંમતસિંહ જાડેજા. જાદવજીભાઈ ભાનુશાલી. નારાયણભાઈ ઠક્કર. રફિકભાઈ લુહાર. મોહનભાઈ કોટક. મામદશા સૈયદ. હેમેન્દ્રસિંહ જાડેજા. કિશોરભાઈ દરજી. વગેરે હાજરી આપી શોભા વધારી હતી સમગ્ર વ્યવસ્થા પરેશ ચૌહાણ. હરેશભાઈ બોબ્બે ટેલર. નિલેષભાઈ દરજી એ સંભાળી હતી. રીપોર્ટ – રમેશભાઈ ભાનુશાલી કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: