આજે તારીખ ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે અબડાસા શૈક્ષિક મહાસંઘ આયોજિત માતૃશક્તિ વંદના કાર્યક્રમ અબડાસાના નલિયા કન્યાશાળામાં દિકરીઓ દ્વારા પ્રાર્થના,સ્વાગત ગીત સાથે શુભારંભ કરવામાં આવ્યું.

જેમાં જિલ્લા જેન્ડર કોઓર્ડિનેટર જશ્મિકાબેન મોદી, અબડાસાના વરિષ્ઠ ધારાશાસ્ત્રી બેનશ્રી વિમળાબેન  આસર, માનશીબેન મહેતા, બીનાબેન જોશી, ડોક્ટર ભૂમિકાબેન નંદા,  નિવૃત શિક્ષિકા સાધનાબેન વ્યાસ,  અબડાસા RSM ના મહિલા ઉપાધ્યક્ષ રંજનબેન  સંજોટ, મહિલા સહ સંગઠન મંત્રી જયશ્રીબેન ગોસ્વામી , મહિલા પોલીસની બહેનો,આરોગ્ય વિભાગની બહેનો તેમજ અબડાસા મહિલા પાંખની બહેનો ,તાલુકાની વિવિધ શાળાઓ માંથી આવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં યુક્રેન થી પરત આવેલ ડો.મીનલ કટુઆ, રાજ્ય કક્ષાએ સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં પ્રથમ આવેલ અબડાસાની વિંઘાબેર  પ્રાથમિક શાળાની દીકરી લક્ષ્મી માતંગનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું પધારેલ વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરેલ બહેનોને પુષ્પ ગુચ્છ,શાલ તથા પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના અધ્યક્ષ અને માનવ અધિકાર નિગરાની સમિતિ કચ્છના અધ્યક્ષ રામસંગજી જાડેજા, અબડાસા RSMના અધ્યક્ષ લખધિરસિંહ જાડેજા ,મહામંત્રી લક્ષ્મણ ગઢવી ,સંગઠન મંત્રી અરવિંદભાઈ દામા, સહ સંગઠન મંત્રી જીવાભાઈ ગલચર,કન્યા શાળાના આચાર્ય અને સંગઠનના આગેવાન મેહુલભાઈ ડાભી, તેમજ તાલુકાની બહેનોએ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

કાર્યક્રમને મહિલા આગેવાનોએ મહીલા જાગૃતિ,સશકત મહિલા, શિક્ષણ, સ્વાસ્થ્ય,સમરસતા,નીડરતા,સ્વરક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ પર પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું .

માનવ અધિકાર નિગરાની સમિતીના જિલ્લાના પ્રમુખ રામસંગજી, અબડાસાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ જોશી,જિલ્લાના ઉપાઘ્યક્ષ ગોપાલસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહી વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ બહેનોને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું .

કાર્યક્રમને સફળ બનાવવા નલિયા  મંડલ ૧/૨ (સીઆરસી)ની બહેનોએ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન  વીરાલબેન ગોહિલ અને શીતલબેન છાટબારે સંભાળ્યું હતું – સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: