પેપર લીક કાંડ ના પડઘા કચ્છ માં પણ સંભળાયા આમઆદમી પાર્ટી પૂર્વ-પશ્ચિમ કચ્છ જીલ્લા અને શ્રમિક વિકાસ સંગઠન કચ્છ જીલ્લા દ્વારા એક દિવસીય પ્રતીક ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો

(કચ્છ –  તારીખ – ૨૩/૧૨/૨૦૨૧ શુક્રવાર) 

પેપર લીક કાંડના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પ્રતીક ઉપવાસ કરી રહી છે જેમાં આમ આદમી પાર્ટી,પશ્ચિમ કચ્છ દ્વારા ભુજ,જ્યુબિલિ સર્કલ અને મુન્દ્રામાં આંબેડકર સર્કલ ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા, આજના ઉપવાસ માટે સૌથી મહત્વની માંગ આસિત વોરાનું રાજીનામું લેવું, પરીક્ષાર્થીઓ ના સમય, પૈસાનો બગાડ ,માનસિક યાતના સ્વરૂપે ફરી જલ્દી પરીક્ષા અને ૫૦૦૦૦ હજાર રૂપિયાનું વળતર,પેપર લીક કાંડ ના અરોપિયો માટે રિટાયર્ડ ન્યાયધીશ ની અધ્યક્ષતામાં તપાસ સમિતિની નિમણૂક કરવી, ગુજરાતમાં અત્યંત બેરોજગારીમાં યુવાનો માટે રોજગાર નો અવસર પેદા કરવો મુદ્દાઓ ઉપર ઉપવાસ અને કલેક્ટર શ્રી ને આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં પ્રદેશ મંત્રી રાજેશ પિંડોરિયા અને પશ્વિમ કચ્છ આમ આદમી પાર્ટી પ્રમુખ રોહિત ગોર અને પશ્ચિમ કચ્છ આપ મહિલા પ્રમુખ અંકિતા ગોરની અધ્યક્ષતામાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રતીક ઉપવાસ કર્યા હતા.

ગાંધીધામ ઝંડા ચોક મુકામે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા એક દિવસીય પ્રતીક ઉપવાસ અને ધરણાં કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આ પ્રસંગે હજરત રાજ્ય સહ મંત્રી કે કે અન્સારીપૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર, રાજુભાઇ લાખાણી, પ્રશાંત ભટ્ટ, જીતેન્દ્રભાઇ chotara, શામજીભાઈ આહીર, રાજેશ છાંગા, અંકિત બોરીચા, રમણીકભાઇ કોલી, હિતેશભાઇ સોની, મહેશ કેવલ રામાણી, મનોજભાઈ રાઠોડ, અમૃતભાઈ રાઠોડ, અનવર ભાઈ, રવિભાઈ મહારાજ, પ્રકાશ ઠકકર, કુલદીપ શ્રીમાળી, શ્યામ પ્રજાપતિ, બી કે ખડસે મુન્દ્રા શહેરમાં સંજયભાઈ બાપટની અધ્યક્ષતામાં પ્રતીક ઉપવાસ કરાયા હતા.યુવાનો ને રોજગારી આપવી એ આમ આદમી પાર્ટી નું એક મહત્વનું મિશન છે જે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આમરણાંત ઉપવાસ પણ કરી શકે છે.

પશ્ચિમ કચ્છના કાર્યકર્તાઓમાં ડો.નેહલ વૈદ્ય, રાજેશ જબુઆનિ,રફીક રાયમા,ઉમરશી મારવાડા,અશ્વિન પિંડોરિયા,ક્રિષ્ના ઠક્કર, ભરત ગાગલ,રાજ ચંદે, દિવ્યરાજસિંહ ચુડાસમા,વનરાજસિંહ વાઘેલા,ગિરિરાજસિંહ જાડેજા,વિનોદ ગોર, બૂચિયાં ગાંગજી અને મુન્દ્રામાં શ્રમિક વિકાસ સંગઠન કચ્છ જિલ્લાઝોન પ્રમુખ સંજય બાપટ,આપ તાલુકા પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા,શહેર પ્રમુખ મજીદ સમાં,હરેશ ગોસ્વામી,સલીમ ખોજા, સાબાન  ખોજા,દઉં મારાજ,મનોજ કેશવાની,પ્રશાંત રાજગોર,સતીશ રાવલ,અસગરખાન પઠાણ સાથે અનેક ઉપવાસમાં જોડાયા હતા આંતરરાષ્ટ્રીય ભીમસેના કચ્છ જીલ્લા અધ્યક્ષય મયુરભાઈ મહેશ્વરી એ આમઆદમી પાર્ટી ની લડાઈ ને સમર્થન જાહેર કર્યું હતુ રણજીતસિંહ જાડેજા (આશાપુરા) મુલાકાત લીધી હતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના તાલુકા પ્રમુખ ભાવેશભાઈ મહેશ્વરી એ પણ ટેકો જાહેર કર્યો હતો. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: