માંડવી રૂકમાવતી પુલ પર મુકાયેલ પ્રતિબંધ સામે વાંધો લેતા આમઆદમી પાર્ટી ના કાર્યકતાઓ

કચ્છ – માંડવી તારીખ – ૧૩/૧૨/૨૦૨૧ મગળવારના રોજ ન્યુઝ પેપર માં આવેલ સમાચાર કે માંડવી ના રૂકમાવતી પુલ ને હેરિટેજ જાહેર કરવા અને અવર જવર પર પ્રતિબંધ મુકવા માં આવ્યા નું જાણવા મળતા આમ આદમી પાર્ટી ના સંજય બાપટ,માંડવી તાલુકા પ્રમુખ અભા મેઘરાજભાઈ ગઢવી, દેવેન્દ્રભાઈ જોષી, હૈદરભાઈ થેમ,નારાયણભાઈ વાલાભાઈ ગઢવી સહિત ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એ રૂકમાવતી પુલ પાસે ભેગા થઈ પુલ ચાલુ રાખવા માટે ની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો હતો

આ પુલ સરાયા અને સરકારી કચેરીઓ મુન્દ્રા તરફ આવતા તમામ ગામો ને જોડતો પુલ છે આ પુલ પર થી નાના વાહનો પસાર થાય તો કોઈપણ જાત ની નુકસાની પુલ ને થાય તેમ નથી અને અવરજવર બંધ થતાં આ પુલ ની રખ રખાવટ બંધ થતાં પુલ જલ્દી જર્જરિત થશે હજારો લોકો ને ઉપયોગી આ રૂકમાવતી પુલ ને ચાલુ રાખવા માં આવે રૂકમાવતી પુલ બંધ થતાં નવા પુલ પર ટ્રાફિક વધશે અને નવા પુલ ના ભયજનક વળાંક ના કારણે ભયજનક અકસ્માત સર્જાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે તેવી માંગ સાથે કલેકટરશ્રી ને પણ વાંધા અરજી મોકલી  કમાવતી પુલ પર હળવા વાહનો ની અવરજવર ચાલુ રાખવા માં આવે તેવી માંગણી લોકો ની સુખાકારી માટે કરી હતી

Leave a Reply

Your email address will not be published.

error: