સુરત શહેરને પ્રદૂષણ મુક્ત રાખવા યુવાનો દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું

સુરત શહેરમાં ઘણા લોકો ગેરકાયદેસર અને ખોટી રીતે કચરાનો નિકાલ કરે છે. કચરાના વૈજ્ઞાનિક નિકાલને બદલે સળગાવવાના કિસ્સાઓ સામે આવે છે. આ અંગે મહાનગરપાલિકા પ્રશાસનને ફરિયાદ કરવાં છતાં કોઈ ખાસ પગલાં ભરવામાં આવતા નથી. આવી સ્થિતિમાં શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે શહેરના યુવાનોના જૂથે જાતે પ્રયાસો શરૂ કર્યા હતા. સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક હજાર યુવાનોનું જૂથ સ્વચ્છતા અભિયાન સાથે લોકોને જાગૃત પણ કરી રહ્યું છે.શહેરને પ્રદુષણથી બચાવવા માટે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે, ‘પ્રોજેક્ટ સુરત’ નામે કામ કરતા ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે, શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા છે. પ્રદૂષિત હવા લોકોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આવા સંજોગોમાં અનેક ઔદ્યોગિક એકમો અને લોકો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી સળગાવી દે છે.


જેના કારણે ત્રણ વર્ષમાં ૫૦ હજાર કિલોથી વધુ કચરો વર્ગીકૃત કરીને નગરપાલિકાને સુપરત કર્યા બાદ હવા પ્રદૂષિત થાય છે. ત્રણ વર્ષ પહેલા કચરો સળગાવવાની તસ્વીરો સાથે નગરપાલિકા પ્રશાસનને પણ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. આવી સ્થિતિમાં અમે જાતે જ શહેરને પ્રદૂષણમુક્ત બનાવવાનું નક્કી કર્યું છે.શહેરમાં ગ્રુપના એક હજાર સ્વયંસેવકો છે, જેઓ દર રવિવારે આ કામગીરી કરે છે. ખાડીઓ, નદી કિનારો અને નહેરોની સફાઈ કર્યા બાદ કચરો એકત્ર કરવામાં આવે છે, ત્યારબાદ તેનું વર્ગીકરણ કરીને મહાનગરપાલિકાને સોંપવામાં આવે છે. આ ગ્રુપનો દાવો છે કે ત્રણ વર્ષમાં ૫૦ હજાર કિલો કચરો એકત્ર કરીને મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: