વડોદરા મા પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજાયો

વડોદરા ખાતે તાજેતરમાંજ ગત તારીખ ૨૫/૨/૨૦૨૨ અને શુક્રવારના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા બપોરમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને શાળાના વાર્ષિકોત્સવની ઉજવણી કરવા માં આવી હતી.

બાળકોમાં સંસ્કાર અને મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શાળામાં દર વર્ષે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વર્ષ દરમિયાન યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને પ્રમાણપત્રો અને ઇનામ આપી પ્રોત્સહિત કરી પોતાના જીવનમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવવામાં આવે છે. આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી નીલેશભાઈ કહાર ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી

તેમજ શાળાના બાળકોને પ્રોત્સાહિત  કરી આવકાર્યા હતા અને વાર્ષિકોત્સવ કાર્યક્રમ અંતર્ગત દરેક ધોરણની અલગ-અલગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ દ્વારા ભારતીય સંસ્કારો અને અને સંસ્કૃતિને ઉજાગર કરી હતી.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બેન શ્રી ફાલ્ગુનીબેન ચૌધરીએ કર્યું હતું. અને શાળાના આ કાર્યક્રમના કારણે બાળકને પોતાના જીવનમાં ખૂબ ઉપયોગી થાય તેઓ સફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: