ચાલો પાણીના પાણીદાર પ્રશ્નને વાચા આપવા  મુદ્દે હવે યુવાનો ચિમનાબાઈ સરોવરને છલકાવશે તે સુત્ર હેઠળ મીટીંગ યોજાઈ

ખેરાલુ તાલુકાના યુવાનો જાગવું જ પડશે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો  એ મુદે રામઝુપડી હોટલ કેમ્પસ ના પ્રથમ માળે દસેક યુવાનોએ પાણી મુદે રણનિતી ઘડવા પલાનીગ મીટીંગ કરી હતી તારીખ ૦૨/૦૩/૨૦૨૨ ને મંગળવાર ના રોજ ૧૨:૦૦ કલાકે ખેરાલુ રામ ઝૂંપડી હોટલ ખાતે આપણા પાણીના પાણીદાર પ્રશ્નને વાચા આપવા માટે ખેરાલુ તાલુકાના સમગ્ર યુવાનોને એકઠા થવા માટે આમંત્રણ આપવામાં આવેલ હતું  આપણા પ્રશ્નને લઈને આપણે સૌએ દમદાર રજૂઆત કરવી જ પડશે આપણે યુવાનો એકઠા થઇ ચર્ચા કરીશું તેમજ આગામી કાર્યક્રમોની રણનીતિ નક્કી કરી  યુવા શક્તિનો પરચો બતાવવો જ પડશે કારણ કે વર્ષોથી આપણા પાણીના પ્રશ્નો નો નિકાલ આવ્યો જ નથી સરકારો આવી અને ગઇ આપણા આગેવાનોને જુઠા  વાયદા આપી આજ સુધી ફક્ત અને ફક્ત છેતર્યા જ છે તો ચાલો આપણે સૌ એક થઈ યુવા શક્તિનો પરચો બતાવી આપણા પ્રશ્નનો નિકાલ કરવા ની ચચૉઓ થયા બાદ ગામે ગામ દસ વ્યક્તિઓનું ગૃપ બનાવી બિન રાજકીય રીતે ફક્ત ખેડૂતો ની સાથે સિંચાઇ અને પીવાના પાણી  મુદે લડત આપવા રોડ મેપ બધાવાયો હતો ડાવોલ ડાલીસણા અને વરેઠા મહેકૂબપુરા ની સાથે અન્ય ગામૌ ના લોકો જોડાશે આમ કુલ પાણી વિહોણા ૨૪ ગામો વિધાનસભા ચુંટણી બહિષ્કાર કરવા ની નેમ સાથે જોડવા પલાનીગ થયૂ હતૂ ગામેગામ કમીટીની રચના કરીને પ્રમુખ અને ઉપપ્રમુખની અને હોદ્દેદારો ની વરણી કરાશે – રીપોર્ટ ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: