સુરત જિલ્લાનાં કામરેજ તાલુકા નાં ખોલવડ ગામ થી ગાંજા નાં જથ્થાં સાથે એક શખ્સ ઝડપાયો

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ખોલવડ ગામની સીમમાંથી એસઓજી પોલીસની ટીમે બાતમી આધારે એક રિક્ષા માંથી ૩૩.૫૩૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. આ ગાંજો મહારાષ્ટ્રથી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો. પોલીસે કુલ ૪.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા તેમણે કામરેજ તાલુકાનાં ખોલવડ ગામની સીમમાં ખોલવડથી ભાડા તરફ જતાં રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની એક રિક્ષા નંબરજીજે-૦૫-બીવી-૩૧૪૫ આવતા તેને અટકાવી હતી અને રિક્ષામાં બેસેલ ચાલક રઈસ ઉર્ફે બુટવાલા અબ્દુલ રાજ (રહે, બાપુનગર, બોરડી ઝૂપડપટ્ટી વિસ્તાર, મક્કાઈપુલ, અડાજણ સુરત શહેર) ને ઝડપી પાડ્યો હતો અને રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી ૩૩.૫૩૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીની પૂછપરછ કરતાં જાણવાં મળ્યું હતું કે આ ગાંજાનો જથ્થો સુરત શહેરના માલીયા વાડ, રેલ્વે પટરી પાસે રહેતો ગોરી પીલા નામનાં શખ્સે મંગાવ્યો હતો, જ્યારે આ ગાંજાનો જથ્થો આપનાર માલેગાવ મહારાષ્ટ્રના ચાચા નામનાં વ્યક્તિએ આપ્યો હતોપોલીસે આ બંને વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતાં જ્યારે ગાંજો અને રિક્ષા તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૪.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: