રાપર તાલુકા ના રવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છ – રાપર તારીખ ૧૦/૧૨/૨૦૨૧ વાર – શુક્રવાર

રાપર રાજય સરકાર ની યોજના અંતર્ગત કચેરીઓ આપને દ્વાર એ મુજબ આજે રાપર તાલુકાના રવ ગામે સેવા સેતુ ના કાર્યક્રમ નું આયોજન રાપર તાલુકા મામલતદાર કે. આર. ચૌધરી તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ આ કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલમાં યોજાયો હતો જેમાં સરકાર ની વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ. આવક ના દાખલા જાતિના દાખલા વિધવા સહાય રેશનકાર્ડ સમાજ સુરક્ષા આયુષ્માન કાર્ડ શ્ચમ કાર્ડ આરોગ્ય લક્ષી તપાસ તેમજ મહેસુલ પંચાયત અને આરોગ્ય ને લગતી અંગે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે યોજાયેલ આ કાર્યક્રમમાં તલાટી કમ મંત્રી હિતેશ ભાઈ પ્રજાપતિ રવ સરપંચ વિલાશબા જાડેજા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી જિલ્લા પંચાયત સદસ્ય જયશ્રી બા રાજુભા જાડેજા ગોડજી ભટ્ટી તાલુકા પંચાયત સદસ્ય મયુરીબા શકિતસિંહ જાડેજા ઘનુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર નાયબ મામલતદાર મહેશ ઠક્કર વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આમ આજે યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક લોકો એ લાભ લીધો હતો (અહેવાલ – મહેશ રાજગોર)

Leave a Reply

Your email address will not be published.

error: